શરીરના સ્વ બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત. - કલમ : 40

શરીરના સ્વ બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત.

ગુનો કરવામાં આવ્યો ન હોય તો પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમ પહોચવાનો વાજબી ભય પેદા થાય કે તરતજ શરીરના સ્વ બચાવનો હક શરૂ થાય છે અને શરીરને જોખમ પહોંચવાનો એવો ભય ચાલુ રહે ત્યાં સુધી તે ચાલુ રહે છે.