મિલકતના સ્વ બચાવનો હક મૃત્યુ નિપજાવવા સધી પહોચે ત્યારે - કલમ : 41

મિલકતના સ્વ બચાવનો હક મૃત્યુ નિપજાવવા સધી પહોચે ત્યારે

જે ગુનો કરવાથી અથવા જે કરવાની કોશિશ કરવાથી સ્વ બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે નીચે જણાવેલા પ્રકારો પૈકી કોઇ પ્રકારનો હોય તો મિલકતના સ્વ બચાવનો હક કલમ ૩૭માં જણાવેલી મયૅાદાઓમાં રહીને અપકૃત્ય કરનારનું સ્વેચ્છાપુવૅક મૃત્યુ નીપજાવવા કે તેને બીજી હાનિ કરવા સુધી પહોચે છે.

(એ) લુંટ

(બી) સુયૅાસ્ત પછી અને સુયોદય પહેલા ઘરફોડ

(સી) જે મકાન તંબુ અથવા વહાણ માણસના રહેણાંક તરીકે વપરાતું હોય અથવા મિલકત સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે વપરાતું હોય તેનો આગ અથવા કોઇ સ્ફોટક પદાથૅથી બગાડ

(ડી) સ્વ બચાવનો હક વાપરવામાં ન આવે તો પરિણામે મૃત્યુ નિપજાવવાનો અથવા મહાવ્યથા થવાનો વાજબી ભય લાગે એવા સંજોગોમાં ચોરી બગાડ અથવા ગુનાહિત ગૃહપ્રવેશ