એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી પહોંચે ત્યારે - કલમ : 42

એવો હક મૃત્યુ નિપજાવવા સિવાયની બીજી હાનિ કરવા સુધી પહોંચે ત્યારે

જે ગુનો કરવાથી અથવા જે ગુનો કરવાની કોશિશથી સ્વ બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે તે ગુનો કલમ-૪૧ માં જણાવેલા પ્રકારની ચોરી, બગાડ અથવા ગુનાહિત અપ પ્રવેશનો ન હોય તો તે હક સ્વેચ્છાપુવૅક મૃતયુ નિપજાવવા સુધી પહોંચતો નથી પણ કલમ ૩૭માં જણાવેલી મયૅાદાઓમાં રહીને અપકૃત્ય કરનારનુ મૃત્યુ નિપજાવવા સિવાયની કોઇ હાનિ સ્વેચ્છાપુવૅક કરવા સુધી પહોચે છે.