મિલકતના સ્વ બચાવના હકની શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત.
મિલકતના સ્વ બચાવ
(એ) મિલકતને જોખમ પહોચવાનો વાજબી ભય લાગે ત્યારથી મિલકતના સ્વ બચાવનો હક શરૂ થાય છે.
(બી) ગુનેગાર મિલકત સાથે છટકી જાય ત્યાં સુધી અથવા રાજયના સતાધિકારીઓની મદદ મળે અથવા મિલકત પાછી મળી જાય ત્યાં સુધી ચોરી સામે મિલકતનો સ્વ બચાવનો હક ચાલુ રહે છે.
(સી) ગુનેગાર કોઇ વ્યકિતનુ મૃત્યુ નિપજાવે અથવા તેને વ્યથા કરે અથવા તેનો ગેરકાયદે અવરોધ કરે અથવા તેનુ મૃત્યુ નિપજાવવાની અથવા તેને વ્યથા કરવાની અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાની કોશિશ કરે ત્યાં સુધી અથવા તાત્કાલિક મૃત્યુ તાત્કાલિક વ્યથા અથવા પોતાના તાત્કાલિક શારીરિક અવરોધનો ભય ચાલુ રહે ત્યાં સુધી લુંટ સામે મિલકતના સ્વ બચાવનો હક ચાલુ રહે છે.
(ડી) ગુનેગાર ગુનાહિત અપ પ્રવેશ અથવા બગાડ કરવાનું ચાલુ રાખે ત્યાં સુધી ગુનાહિત અપ પ્રવેશ અથવા બગાડ સામે મિલકતના સ્વ બચાવનો હક ચાલુ રહે છે.
(ઇ) ઘરફોડથી શરૂ થયેલો ગુનાહિત ગૃહપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી સુયૅાસ્ત પછી સુયૌદય પહેલા આવા ઘરફોડ સામે મિલકતના સ્વ બચાવનો હક ચાલુ રહે છે.
Copyright©2023 - HelpLaw