નિદર્દોષ વ્યકિતને હાનિ થવાનુ જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે સ્વ બચાવનો હક - કલમ : 44

નિદર્દોષ વ્યકિતને હાનિ થવાનુ જોખમ હોય ત્યારે જીવલેણ હુમલા સામે સ્વ બચાવનો હક

મૃત્યુનો વાજબી રીતે ભય પેદા કરતા હુમલા સામે સ્વ બચાવનો હક વાપરવામાં બચાવ કરનાર એવી સ્થિતિમાં મુકાઇ જાય કે તેનાથી કોઇ નિદોષ વ્યકિતને હાનિ પહોચવાના જોખમ વગર તે હકનો અસરકારક રીતે અમલ થઇ શકે નહિ તો તેને સ્વ બચાવનો હક તે જોખમ ખેડવા સુધી પહોચે છે.