કૃત્યનું દુષ્પ્રણ
જે વ્યકિત
(એ) કોઇ કૃત્ય કરવા માટે કોઇ બીજી વ્યકિતને ખોટી રીતે પ્રેરે અથવા
(બી) કોઇ કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યકિતઓ સાથે કોઇ કાવતરામાં સામેલ થાય અને તે કાવતરાને અનુસરીને અને તે કરવા માટે કોઇ કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં અથવા
(સી) કોઇ કૃત્ય કરીને કે કરવાનુ ગેરકાયદેસર રીતે ટાળીને કોઇ કૃત્ય કરવામાં ઇરાદાપુવૅક મદદ કરે તે વ્યકિત તે કૃત્યનું દુસ્પ્રેરણ કરે છે.
સ્પષ્ટીકરણઃ-૧ જેને જાહેર કરવા પોતે બંધાયેલી હોય તેવી મુદ્દાની હકીકતની જાણીબુઝીને ખોટી રજુઆત કરીને અથવા તેને જાણીબુઝીને છુપાવીને કોઇ વ્યકિત કોઇ કૃત્ય કરે કે કરાવે અથવા કરવા કે કરાવવાની કોશિશ કરે તે વ્યકિત તે કૃત્ય કરવા માટે ખોટી રીતે પ્રેરે છે એમ કહેવાય
સ્પષ્ટીકરણઃ-૨ કોઇ કૃત્ય કરતાં પહેલા તે કરતી વેળા તે કરવાની સરળતા કરી આપવા માટે જે કોઇ કંઇ કરે અને તેમ કરીને તે કૃત્ય કરવાનું સરળ બનાવે તેણે તે કૃત્ય કરવામાં મદદ કરી કહેવાય
Copyright©2023 - HelpLaw