દુત્પ્રેરણ - કલમ : 46

દુત્પ્રેરણ

જે વ્યકિત કોઇ ગુનો કરવાનું દુસ્પ્રેરણ કરે અથવા કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની શકે એવી વ્યકિત જો દુષ્મેરકના જેવા જ ઇરાદા કે જાણકારીથી કઇ કૃત્ય કરે તો ગુનો બને એવા કૃત્યનું દુષ્મેરણ કરે તે વ્યકિત તે ગુનાનું દુસ્પ્રેરણ કરે તે વ્યકિત તે ગુનાનું દુસ્પ્રેરણ કરે છે.

સ્પષ્ટીકરણઃ-૧. ગેરકાયદેસરના કાયૅલોપનુ દુષ્પ્રરણ દુસ્પ્રેરક તે કાયૅ કરવા બંધાયેલો ન હોય તો પણ ગુનો બની શકે.

સ્પષ્ટીકરણઃ-૨. દુસ્પ્રેરણનો ગુનો બનવા માટે એ જરૂરી નથી કે દુમ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે અથવા ગુનો બનવા માટે આવશ્યક એવું પરિણામ નીપજે.

સ્પષ્ટીકરણઃ-૩. દુમ્પ્રેરિત વ્યકિત કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બને તેવી હોવી જોઇએ અથવા દુષ્મેરકનો હોય તેવો જ તેનો દોષિત ઇરાદો કે જાણકારી અથવા બીજો કોઇ દોષિત ઇરાદો જાણકારી હોવી જોઇએ એ જરૂરી નથી.

સ્પષ્ટીકરણઃ-૪. ગુનાનું દુષ્પ્રરણ ગુનો હોવાથી એવો કોઇ દુષ્પ્રરણ પણ ગુનો છે.

સ્પષ્ટીકરણઃ-૫. કાવતરા દ્રારા દુમ્પ્રેરણનો ગુનો કરવા માટે દુષ્ટેરકે ગુનો કરનાર વ્યકિત સાથે મળીને યોજના કરવીએ જરૂરી નથી. જે કાવતરાને અનુસરીને ગુનો કરવામાં આવ્યો હોય તેમાં તે સામેલ હોય તે પુરતુ છે.