દુત્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય ત્યારે દુત્પ્રેરણની શિક્ષા. - કલમ : 49

દુત્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય ત્યારે દુત્પ્રેરણની શિક્ષા.

દુષ્પ્રરણના પરિણામે દુમ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે તો અને તેવા દુષ્પ્રરણની શિક્ષા માટે આ સંહિતામાં સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય તો જે વ્યકિત કોઇ ગુનાનું દુષ્મેરણ કરે તેના તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણઃ- ઉશ્કેરણીના પરિણામે અથવા કાવતરાને અનુસરીને અથવા જેનાથી દુષ્મેરણ થતું હોય તેવી મદદથી કોઇ કૃત્ય કે ગુનો કરવામાં આવે ત્યારે તે કૃત્ય અથવા ગુનો તે દુમ્પ્રેરણના પરિણામે કરવામાં આવ્યો છે એમ કહેવાય.

ગુનાઓનુ વગીકરણ

- દુમ્પ્રેરિત ગુના માટે હોય તે જ શિક્ષા

- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય