દુમ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુસ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર કયારે ગણાય - કલમ :52

દુમ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુસ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર કયારે ગણાય

દુમ્પ્રેરિત કૃત્ય ઉપરાંત કલમ ૫૧ હેઠળ જેના માટે દુમ્પ્રેરક જવાબદાર હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોય અને તેથી કોઇ જુદો ગુનો બનતો હોય તો દુસ્પ્રેરક એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- દુમ્પ્રેરિત ગુના માટે હોય તે જ શિક્ષા

દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય