મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્મેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો
મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનાનું જે કોઇ વ્યકિત દુત્પ્રેરણ કરે તેને જો દુષ્પ્રરણના પરિણામે તે ગુનો કરવામાં આવ્યો ન હોય અને એવા દુસ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય તો સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે અને જેના માટે દુસ્પ્રેરક દુષ્પ્રરણના પરિણાામે જવાબદાર હોય એવું અને જેનાથી કોઇ વ્યકિતને વ્યથા થાય એવું કૃત્ય કરવામાં આવે તો દુષ્પ્રરકને ચૌદ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
ભાગ-૧ - દુસ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય તો
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- બિન-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
ભાગ-૨ – દુસ્પ્રેરણના પરિણામે વ્યથા થાય તેવુ કોઇ કૃત્ય કરવામાં આવે તો.
- ૧૪ વષૅ સુધીની કેદ અને દંડ
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- બિન-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw