કેદની શિક્ષાપાત્ર ગુનાનું દુષ્મેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો
જો કોઇ વ્યકિત કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનાનું દુષ્મેરણ કરે અને જો દુષ્પ્રરણના પરિણામે ગુનો કરવામાં આવ્યો ન હોય અને તેવા દુસ્પ્રેરણની શિક્ષા માટે આ અધિનિયમમાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય તો તે ગુના માટે ઠરાવેલી વધુ મુદતના ૧/૪ ભાગની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે અને જો દુસ્પ્રેરક અથવા દુમ્પ્રેરિત વ્યકિત રાજય સેવક હોય અને તેની એવા ગુના અટકાવવાની ફરજ હોય તો એવા દુષ્પ્રરકને તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતના ૧/૨ ભાગની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
ભાગ-૧ - દુસ્પ્રેરણની શિક્ષા માટે આ સંહિતામાં કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય તો
- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા બંને
-६ - દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
ભાગ-૨ - દુસ્પ્રેરક અથવા દુમ્પ્રેરિત વ્યકિત રાજય સેવક હોય અને તેની એવા ગુના અટકાવવાની ફરજ હોય તો
- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના અધૅા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો પ્રમાણે હોય તે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw