લોકોને અથવા દસથી વધુ વ્યકિતઓને ગુનો કરવામાં દુષ્મેરણ કરવા બાબત. - કલમ : 57

લોકોને અથવા દસથી વધુ વ્યકિતઓને ગુનો કરવામાં દુષ્મેરણ કરવા બાબત.

જે કોઇ વ્યકિત સામાન્ય રીતે લોકોને અથવા દસથી વધુ સંખ્યાની વ્યકિતઓ કે વ્યકિતઓના કોઇ વગૅને કોઇ ગુનો કરવાનું દુષ્પ્રરણ કરે તેને સાત વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદ અને દંડ સાથેની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૭ વષૅ સુધીની કેદ અને દંડ

- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય