મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત.
જે કોઇ વ્યકિત મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનુ જાણવા છતા એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઇ કૃત્ય કરીને અથવા કાયૅલોપથી અથવા સાધન સંતાડવા ઇન્સ્ક્રીપશનનો ઉપયોગ કરીને અથવા બીજી કોઇપણ માહિતીથી સ્વેચ્છાપુવૅક છુપાવે અથવા એવી યોજના અંગેની રજુઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજુઆત કરે
(એ) તેને ગુનો કરવામાં આવે તો સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અથવા
(બી) ગુનો કરવામાં ન આવે તો ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે. અને તે બંને દાખલામાં તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૫૮(એ)
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- બિન-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
કલમ-૫૮(બી)
- ૩ વષૅ સુધીની કેદ અને દંડ
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw