ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની યોજના રાજયસેવકે છુપાવવા બાબત.
જે કોઇ વ્યકિત પોતે રાજય સેવક હોય અને પોતાની એવી હેસિયતથી જે ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય તે ગુનો કરવાની સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતા એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઇ કૃત્ય કરીને અથવા કાયેલોપથી અથવા સાધન સંતાડતા ઇન્સ્ક્રીપશનનો ઉપયોગ કરીને અથવા બીજી કોઇપણ માહીતીથી સ્વેચ્છાપુવૅક છુપાવે અથવા એવી યોજના અંગેની રજુઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજુઆત કરે
(એ) તેને ગુનો કરવામાં આવે તો તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતની ૧/૨ મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલી દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે અથવા
(બી) તે ગુનો મોતની અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તો તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે. અથવા
(સી) ગુનો કરવામાં ન આવે તો તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ મુદતની ૧/૪ મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા તે ગુના માટે ઠરાવેલા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૫૯(એ) - તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના અધૅગ ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય કલમ-૫૯(બી)
- ૧૦ વષૅ સુધીની કેદ
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- બિન-જામીની
-દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાર્યવાહી કરી શકનાર ન્યાયાલય કલમ-૫૯(સી)
- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને - દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw