કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત.
જે કોઇ વ્યકિત કેદની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતા એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઇ કૃત્ય અથવા ગેરકાયદેસરના કાયૅલોપથી સ્વેચ્છાપુવૅક છુપાવે અથવા એવી યોજના અંગેની જે રજુઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય તેવી રજુઆત કરે
(એ) ગુનો કરવામાં આવે તો તે ગુના માટે જોગવાઇ કરેલી કોઇપણ પ્રકારની કેદની ૧/૪ મુદત સુધીની આવી કેદની અને
(બી) ગુનો કરવામાં ન આવે તો આવી લાંબામાં લાંબી કેદની ૧/૮ મુદત સુધીની આવી કેદની અથવા તે ગુના માટે જોગવાઇ કરેલા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૬૦(એ)
- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના ચોથા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
- દુમ્પ્રેરિત ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે - દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
કલમ-૬૦(બી)
- તે ગુના માટે ઠરાવેલી કેદની વધુમાં વધુ મુદતના આઠમા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- દુમ્પ્રેરિત ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે
-જામીની
- દુમ્પ્રેરિત ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય
Copyright©2023 - HelpLaw