ગુનાહિત કાવતરૂ - કલમ : 61

ગુનાહિત કાવતરૂ

(૧) સમાન ઉદ્દેશ સાથે બે કે વધુ વ્યકિતઓ

(એ) કોઇ ગેરકાયદેસર કૃત્ય અથવા

(બી) ગેર કાયદેસર ન હોય તેવું કૃત્ય ગેર કાયદેસરના સાધનો દ્રારા કરવા કે કરાવવા સહમત થાય ત્યારે તેવી કબુલાતને ગુનાહિત કાવતરૂ કહેવામાં આવે છે.

પરંતુ ગુનો કરવાની કબુલાત સિવાયની કોઇ કબુલાત ગુનાહિત કાવતરુ ગણાશે નહિ સિવાય કે એવી કબુલાતની એક અથવા વધુ પક્ષકારોએ તે કબુલાત ઉપરાંત તે અનુસાર કંઇ કૃત્ય કર્યું હોય સ્પષ્ટીકરણઃ- તે ગેરકાયદેસરનું કૃત્ય એવી કબુલાતનો અંતિમ ઉદ્દેશ હોય કે તે ઉદ્દેશને માત્ર આનુષંગિક હોય એ મહત્વનું નથી.

(૨) જે કોઇ વ્યકિતએ ગુનાહિત કાવતરૂ કર્યુ હોય

(એ) જે કોઇ વ્યકિત મોતની આજીવન કેદની અથવા બે કે તેથી વધુ વષૅ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને એવા કાવતરા માટેની શિક્ષાની આ સંહિતામાં સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ન હોય ત્યારે એવા ગુનામાં તેણે દુસ્પ્રેરણ કર્યું હોય એ રીતે શિક્ષા કરવામાં આવશે.

(બી) જે કોઇ વ્યકિત ઉપર જણાવ્યા મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવા માટેના ગુનાહિત કાવતરાં સિવાયના બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને છ મહીના સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૬૧(૨)(એ)

-કાવતરાનો ઉદ્દેશ જે ગુનો કરવાનો હોય તે ગુનાના દુષ્પ્રરણ માટે હોય તે શિક્ષા

- કાવતરાનો ઉદ્દેશ જે ગુનો કરવાનો હોય તે ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

-કાવતરાનો ઉદ્દેશ જે ગુનો કરવાનો હોય તે ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે - કાવતરાનો ઉદ્દેશ જે ગુનો કરવાનો હોય તે ગુનાના દુષ્પ્રરણની ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય કલમ-૬૧(૨)(બી)

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ