પ્રયત્ન બાબત - કલમ : 62

પ્રયત્ન બાબત

જે કોઇ વ્યકિત આ સંહિતા દ્રારા શિક્ષાપાત્ર અપરાધનો પ્રયત્ન કરે તેને આજીવન કેદ કે કેદની સજા કરવામાં આવશે. આ કે આવા ગુનાનું કૃત્ય કરાવે અને આવા પ્રયત્નમાં ગુનો કરવા સબંધી કોઇ કૃત્ય કરે અને આવા પ્રયત્નની સજા માટે આ સંહિતામાં કોઈ પણ સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી ના હોય તો તે ગુના માટે જોગવાઇ કરેલી કોઇ પણ પ્રકારની સજા કરી શકાશે કે જે આજીવન કેદના અડધા ભાગ સુધી અથવા યથાપ્રસંગ આજીવન કેદની સૌથી લાંબી મુદતની અડધી સજા થઇ શકે છે અથવા તે ગુના માટે જોગવાઇ કરેલી તેવા દંડ સાથે અથવા બન્ને સાથે સજા થઇ શકે છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- આજીવન કેદ અથવા તે ગુના માટે ઠરાવેલી વધુમાં વધુ કેદની શિક્ષાની મુદતના અધૅા ભાગની મુદત સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- ગુનો પોલીસ અધિકારનો કે પોલીસ અધિકાર બહારનો જે પ્રકારનો હોય તે પ્રમાણે

- ગુનેગારે કરવા ધારેલો ગુનો જામીની કે બિન-જામીની જે પ્રકારનો હોય તે પ્રમાણે

- કરવા ધારેલ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય