બળાત્કાર
જે કોઇ પુરૂષ નીચે જણાવેલ સાત સંજોગો પૈકીના કોઇ સંજોગો હેઠળ નીચે જણાવેલા કૃત્યો કરે તો તેણે બળાત્કાર કર્યો હોવાનું ગણાશે.
(એ) કોઇ સ્ત્રીના યોનિમાર્ગ, મૃત્રમાર્ગ અથવા ગુદામાં ગમે તેટલા પ્રમાણમાં પોતાના શિશ્નનો પ્રવેશ કરાવે અથવા તે સ્ત્રી પાસે પોતાની સાથે અથવા બીજી કોઇ વ્યકિત સાથે તેવુ વર્તન કરાવે અથવા
(બી) કોઇ સ્ત્રીના યોનિમાર્ગ, મૂત્રમાર્ગ અથવા ગુદામાં ગમે તેટલા પ્રમાણમાં કોઇ વસ્તુ અથવા શિક્ત સિવાયનો શરીરનો કોઇ ભાગ દાખલ કરે અથવા તે સ્ત્રી પાસે પોતાની સાથે અથવા બીજી કોઇ વ્યકિત સાથે તેવું વર્તન કરાવે અથવા
(સી) કોઇ સ્ત્રીના યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, ગુદા અથવા શરીરના કોઇ ભાગમાં લિંગ પ્રવેશ કરાવવા માટે તેવી સ્ત્રીના શરીરનો કોઇ ભાગ હાથમાં લે અથવા તે સ્ત્રી પાસે પોતાની સાથે અથવા બીજી કોઇ વ્યકિત સાથે તેવું વતૅ કરાવે અથવા
(ડી) કોઇ સ્ત્રીના યોનિમાર્ગ, મૂત્રમાર્ગ, ગુદા અથવા મૂત્રમાર્ગમાં પોતાનું મોઢું અડાડે અથવા તે સ્ત્રી પાસે પોતાની સાથે અથવા બીજી કોઇ વ્યકિત સાથે તેવું વતૅન કરાવે અથવા
(૧) તેણીની ઇચ્છા વિરૂધ્ધ
(૨) તેણીની સંમતિ વિરૂધ્ધ
(૩) તેણી અથવા તેણીને જે વ્યકિતમાં રસ હોય તેવી કોઇ વ્યકિતને મૃત્યુનો અથવા ઇજા પહોંચાડવાનો ભય બતાવીને સંમતિ મેળવવામાં આવી હોય ત્યારે તેણીની સંમતિથી
(૪) કોઇ પુરૂષ એમ જાણતો હોય કે પોતે તે સ્ત્રીનો પતિ નથી અને તે સ્ત્રીએ પોતે જેની સાથે કાયદેસર રીતે પરણી હોય અથવા પરણી હોવાનું માનતી હોય એવો અન્ય પુરૂષ છે એમ માનીને સંમતિ આપી હોય ત્યારે તેણીની સંમતિથી
(૫) મગજની અસ્થિરતાને અથવા નશાને કારણે અથવા તે પુરૂષ દ્રારા જાતે અથવા અન્ય વ્યકિત મારફત બેહોશ બનાવે તેવો અથવા અશુધ્ધ પદાથૅ આપવાને કારણે તેણી જેના માટે સંમતિ આપે છે તેના પ્રકાર અને પરિણામ સમજવાને અશકિતમાન હોય ત્યારે તેણીની સંમતિથી
(૬) તેણી અઢાર વષૅથી ઓછી વયની હોય ત્યારે તેણીની સંમતિથી અથવા સંમતિ વિના
(૭) જયારે તેણી સંમતિ આપવા અસમથૅ હોય
સ્પષ્ટીકરણ ૧.- આ કલમના હેતુઓ માટે યોનિમાર્ગ માં લાબિયા માજોરા (Labia Majora) નો પણ સમાવેશ થાય છે.
સ્પષ્ટીકરણ ૨.- જયારે કોઇ સ્ત્રી શબ્દો ઇશારા અથવા બીજા કોઇ પણ સ્વરૂપના શાબ્દિક અથવા બિન શાબ્દિક વહેવાર દ્રારા કોઇ ચોકકસ જાતીય પ્રકારના કૃત્યમાં ભાગ લેવા માટેની ઇચ્છા જણાવે ત્યારે સંમતિ એટલે સ્પષ્ટ સ્વૈચ્છિક સમજૂતી
પરંતુ લિંગ પ્રવેશના કૃત્યનો શારીરિક રીતે પ્રતિકાર ન કરે તેવી સ્ત્રીએ માત્ર તે હકીકતના કારણે જ જાતીય પ્રવૃતિ માટેની સંમતિ આપી હોવાનું ગણાશે નહિ.
અપવાદ ૧.- તબીબી કાયૅવાહી અથવા તબીબી કારણોસર કરવામાં આવેલી દરમિયાનગીરી બળાત્કાર ગણાશે નહિ.
અપવાદ ૨.- કોઇ પુરૂષ અઢાર વષૅથી ઓછી વયની ન હોય તેવી પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે અથવા જાતીય ક્રીયા કરે તો એ બળાત્કાર નથી.
Copyright©2023 - HelpLaw