બળાત્કાર માટેની શિક્ષા
(૧) જે કોઇ વ્યકિત પેટા કલમ (૨) થી જોગવાઇ કરેલા કેસમાં હોય તે સિવાય બળાત્કાર કરે તેને દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કંદની મુદત સુધીની બેમાંથી કોઇપણ પ્રકારની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
(૨) જે કોઇ વ્યકિત
(એ) પોલીસ અધિકારી હોય તે
(૧) આવા પોલીસ અધિકારી નિમણુક થઇ હોય તે પોલીસ સ્ટેશનની હદમાં અથવા
(૨) કોઇ થાણાના મકાનની જગામાં અથવા
(૩) આવા પોલીસ અધિકારીની કસ્ટડીમાં અથવા આવા પોલીસ અધિકારીના તાબાના કોઇ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોય તેવી કોઇ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા
(બી) રાજય સેવક હોય તે આવા રાજય સેવકની કસ્ટડીમાં અથવા આવા રાજય સેવકના તાબાના રાજય સેવકની કસ્ટડીમાં હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા (સી) કેન્દ્ર અથવા રાજય સરકાર દ્વારા કોઇ વિસ્તારમાં નિયુકત કરવામાં આવેલા સશસ્ત્ર દળના સભ્ય તરીકે હોય તે તેવા વિસ્તારમાં બળાત્કાર કરે અથવા
(ડી) જેલ, રિમાન્ડ હોય અથવા તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે હેઠળ સ્થપાયેલ કસ્ટડીના અનય કોઇ સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકની સંસ્થાના સંચાલન અથવા તેના કમૅચારી વગૅમાં હોય અને એવી જેલ રિમાન્ડ હોમ સ્થળ અથવા સંસ્થાના કોઇ અંતેવાસી ઉપર બળાત્કાર કરે અથવા (ઇ) હોસ્પિટલના સંચાલ અથવા તેના કમૅચારી વર્ગમાં હોય તે હોસ્પિટલમાંની કોઇ સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા
(એફ) કોઇ સ્ત્રીના સંબંધી વાલી અથવા અધ્યાપક હોય અથવા તે સ્ત્રીની ભરોસાપાત્ર કે તેના પ્રત્યે સતાધિકારની સ્થિતિમાં હોય તે એવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા
(જી) કોમી અથવા સાંપ્રદાયિક હિંસા (તોફાન) દરમ્યાન બળાત્કાર કરે અથવા
(એચ) કોઇ સ્ત્રી સગભૅ 1 છે એમ જાણવા છતા તેની ઉપર બળાત્કાર કરે અથવા
(આઇ) સંમતિ આપવા માટે અસમથૅ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા (જે) કોઇ સ્ત્રી ઉપર નિયંત્રણ અથવા વર્ચસ્વ ધરાવતી હોય તે વ્યકીત તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા
(કે) માનસિક અથવા શારીરિક રીતે અસમથૅ હોય તેવી સ્ત્રી ઉપર બળાત્કાર કરે અથવા
(એલ) બળાત્કાર કરતી વખતે ગંભીર શારીરિક ઇજા પહોંચાડે અથવા તેના અંગો કાપી નાખે અથવા વિરૂપ બનાવે અથવા તે સ્ત્રીની
જિંદગીને ભયમાં મુકે અથવા
(એમ) એક જ સ્ત્રી ઉપર વારંવાર બળાત્કાર કરે
તે વ્યકિતને (દસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વર્ષોની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.)
સ્પષ્ટીકરણ- આ પેટા કલમના હેતુઓ માટે
(એ) સશસ્ત્ર દળો એટલે નૌકા લશ્કરી અને હવાઈ દળ અને તેમાં તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદા હેઠળ રચાયેલા સશસ્ત્ર દળો તેમજ કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારના નિયંત્ર હેઠળના અર્ધું લશ્કરી દળો અને સહાયક દળોના કોઇ સભ્યનો સમાવેશ થાય છે.
(બી) હોસ્પીટલ એટલે કોઇ હોસ્પટલની હદો અને તેમાં માંદગી પછીના સ્વાસ્થ્યસુધાર દરમ્યાન વ્યકિતઓની અથવા તબીબી સંભાળ અને પુનઃવૅસવાટની જરૂર હોય તેવી વ્યકિતઓના સ્વીકાર અને સારવાર માટેની કોઇ સંસ્થાની હદોનો સમાવેશ થાય છે.
(સી) પોલીસ અધિકારી એ શબ્દોનો પોલીસ અધિનિયમ ૧૮૬૧ (સન ૧૮૬૧નો ૫મો) હેઠળ પોલીસ એ શબ્દપ્રયોગનો જે અર્થે કરવામાં આવ્યો છે તે જ થશે.
(ડી) સ્ત્રી અથવા બાળકોની સંસ્થા એટલે ઉપેક્ષિત સ્ત્રીઓ અથવા બાળકો માટેના અનાથાશ્રમ કે ગૃહ અથવા વિધવાગૃહના નામે અથવા અન્ય કોઇ નામે ઓળખાતી હોય તેવી સ્ત્રીઓ અને બાળકોના સ્વીકાર અને સંભાળ માટે સ્થપાયેલી હોય અને નિભાવાતી હોય તેવી સંસ્થા
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૬૪(૧)
- ૧૦ વષૅ કરતા ઓછી ન હોય તેવી પણ આજીવન સુધીની સખત કેદ અને દંડ
-પોલીસ અધિકારનો
-બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૬૪(૨)
- ૧૦ વર્ષે કરતા ઓછી ન હોય તેવી પરંતુ આજીવન સુધીની એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
-બિન-જામીની
-સેશન્સ ન્યાયાલય