અમુક કેસોમાં બળાત્કાર માટે શિક્ષા
(૧) ૧૬ વષૅથી નીચેની ઉંમરની કોઇ સ્ત્રી પર બળાત્કાર કરનારને વીસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વષૅની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખચૅ અને પુનઃસ્થાપનને પહોંચી વળે એટલો ન્યાયી અને યોગ્ય હોવો જોઇશે.
પરંતુ વધુમાં આ પેટા કલમ હેઠળ કરવામાં આવેલો કોઇપણ દંડ ભોગ બનનારને ચુકવવાનો રહેશે.
(૨) ૧૨ વષૅથી નીચેની ઉંમરની કોઇ સ્ત્રી પર બળાત્કાર કરનારને વીસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વષૅની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડ અથવા મૃત્યુદંડને પણ પાત્ર થશે.
પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખચૅ અને પુનઃસ્થાપનને પહોંચી વળે એટલો ન્યાયી અને યોગ્ય હોવો જોઇશે.
પરંતુ વધુમાં આ પેટા કલમ હેઠળ કરવામાં આવેલો કોઇપણ દંડ ભોગ બનનારને ચુકવવાનો રહેશે. ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૬૫(૧)
૨૦ વષૅથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન સુધીની એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય કલમ-૬૫(૨)
૨૦ વષૅથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન સુધીની એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ અથવા મોત
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw