ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવા બદલ અથવા તેને વારંવાર પ્રજનની સ્થિતિમાં લાવવા બદલ શિક્ષા - કલમ :66

ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવા બદલ અથવા તેને વારંવાર પ્રજનની સ્થિતિમાં લાવવા બદલ શિક્ષા

જે કોઇ વ્યકિત કલમ ૬૪ની પેટા કલમ (૧) અથવા પેટા કલમ (૨) હેઠળ શિક્ષાપાત્ર હોય તેવો ગુનો કરે અને આવો ગુનો કરતી વખતે સ્ત્રીનુ મૃત્યુ નિપજે તેવી ઇજા તેને પહોંચાડે અથવા તે સ્ત્રીને વારંવાર પ્રજનનની સ્થિતિમાં લાવે તો તેને (વીસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વૌની સખત કેદની શિક્ષા અથવા મૃત્યુ દંડ કરવામાં આવશે.) ગુનાઓનુ વર્ગીકરણ

૨૦ વષૅથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન સુધીની એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અથવા મોત

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય