વિયુકિત દરમ્યાન કોઇ પતિએ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરવા બાબત.
જે કોઇ વ્યકિત વિયુકિતના હુકમનામા હેઠળ અથવા અન્યથા પોતાનાથી અલગ રહેતી હોય તેવી પોતાની પત્ની સાથે તેણીની સંમતિ વીના જાતીય સંભોગ કરે તેને (બે વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.)
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં જાતીય સંભોગ એટલે કલમ ૬૩ ના ખંડો (એ) થી (ડી) માં જણાવેલા કૃત્યો પૈકીનું કોઇ પણ કૃત્ય. ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅથી ઓછી નહી તેવી પરંતુ ૭ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ
- પોલીસ અધિકારનો (પરંતુ ભોગ બનનાર દ્રારા ફરીયાદ કરવામાં આવે ત્યારે) જામીની સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw