સતાધિકાર ધરાવતી વ્યકિત દ્રારા જાતીય સંભોગ કરવા બાબત.
જે કોઇ વ્યકિત
(એ) સતાધિકાર ધરાવતી હોય અથવા વિશ્વાસ આધારિત સબંધો ધરાવતી હોય
અથવા
(બી) રાજય સેવક હોય અથવા
(સી) જેલ રીમાન્ડ હોમ અથવા તત્સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી અથવા તે કાયદા હેઠળ સ્થપાયેલી કસ્ટડીના અન્ય સ્થળની અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાની સુપરિન્ટેન્ડેન્ટ અથવા મેનેજર હોય અથવા
(ડી) હોસ્પિટલનું સંચાલન કરતી હોય અથવા હોસ્પિટલના સ્ટાફમાં હોય, અને તે પોતાની કસ્ટડીમાંની અથવા પોતાના ચાજૅ હેઠળની અથવા કસ્ટડીની હદમાં હાજર રહેલી કોઇ સ્ત્રીને બળાત્કારનો ગુનો બનતો ન હોય તેવો જાતીય સંભોગ કરવા માટે લલચાવવા અથવા ફોસલાવવા માટે આવા હોદ્દાનો અથવા વિશ્વાસ આધારિત સબંધોનો દુરૂપયોગ કરે તેને (પાંચ વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની સખત કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.)
સ્પષ્ટીકરણ ૧.- આ કલમમાં જાતીય સંભોગ એટલે કલમ ૬૩ના ખંડ (એ) થી (ડી) માં જણાવેલા કૃત્યો પૈકીનું કોઇ પણ કૃત્ય.
સ્પષ્ટીકરણ ૨.- આ કલમના હેતુઓ માટે કલમ ૬૩નું સ્પષ્ટીકરણ ૧ પણ લાગુ પડશે.
સ્પષ્ટીકરણ ૩.- જેલ રિમાન્ડ હોમ અથવા કસ્ટડીના અન્ય સ્થળના અથવા સ્ત્રીઓ કે બાળકોની સંસ્થાના સબંધમાં સુપરિન્ટેન્ડેન્ટ માં એવા જેલ રિમાન્ડ હોમ સ્થળ કે સંસ્થામાં જે હોદ્દાની રૂએ તે અધિકાર વાપરી શકતી હોય અથવા તેના અંતેવાસીઓ ઉપર નિયંત્રણ રાખી શકતી હોય તેવો અનય કોઇ દોદ્દો ધરાવતી કોઇ વ્યકિતનો સમાવેશ થાય છે.
સ્પષ્ટીકરણ ૪.- હોસ્પિટલ અને સ્ત્રીઓ કે બાળકોની સંસ્થા એ શબ્દપ્રયોગનો અથૅ કલમ-૬૪ ની પેટા કલમ (૨) ના સ્પષ્ટીકરણના ખંડો (બી) અને (ડી) માં અનુક્રમે તેનો જે અથૅ કરવામાં આવ્યો છે તે જ થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૫ વષૅથી ઓછી નહી તેવી પરંતુ ૧૦ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw