કપટયુકત પધ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરીને જાતીય સંભોગ - કલમ : 69

કપટયુકત પધ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરીને જાતીય સંભોગ

કોઇપણ વ્યકિત કપટયુકત પધ્ધતિઓ દ્રારા અથવા સ્ત્રી સાથે લગ્ન કરવાનું વચન આપે અને તેને પરિપૂણૅ કરવાનો કોઇ ઇરાદો ધરાવતો ન હોય અને તેણી સાથે જાતીય સંભોગ કયો હોય બળાત્કારનો ગુનો ન હોય તો તેને (દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે.

સ્પષ્ટીકરણ.- કપટયુકત પધ્ધતિઓ માં રોજગારનું કે બઢતી માટે પ્રલોભન કે ખોટું વચન કે પોતાની ઓળખ છુપાવીને લગ્ન કરવું ગુનાઓનુ વર્ગીકરણ

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

બિન-જામીની

સેશન્સ ન્યાયાલય