સામૂહિક બળાત્કાર કરવા બાબત.
(૧) સમુહમાં રહેલી અથવા પોતાનો સામાન્ય ઇરાદો બર લાવવા કામ કરતી એક અથવા વધારે વ્યકિતઓએ સમુહમાં કોઇ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો હોય ત્યારે સમુહમાં રહેલી તે દરેક વ્યકિતએ બળાત્કાર કર્યો છે એમ ગણાશે અને તેને (વીસ વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વષૅની સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે.) પરંતુ આવા દંડની રકમ ભોગ બનનારના તબીબી ખચૅ અને પુનવૅસનના ખચૅને પહોંચી વળવા માટે વાજબી અને પયૅાપ્ત હોવી જોઇએ.વધુમાં આ કલમ હેઠળ લેવામાં આવેલા કોઇ દંડની રકમ ભોગ બનનાર વ્યકિતને આપવામાં આવશે.
(૨) ૧૮ વષૅથી નીચેની ઉંમરની કોઇ સ્ત્રી પર એક અથવા વધુ વ્યકિતઓનું કોઇ જૂથ અથવા એકસમાન ઇરાદો પુરો કરવા માટે કામ કરી રહેલું કોઇ જુથ બળાત્કાર કરે તો તે પૈકીની દરેક વ્યકિતએ બળાત્કારનો ગુનો કયો હોવાનું ગણાશે અને તે દરેકને આજીવન કેદની એટલે કે તે વ્યકિતની જિંદગીના બાકી રહેલા વષૅા સુધીની કેદની અને દંડ અથવા મૃત્યુની શિક્ષા કરવામાં આવશે. પરંતુ આવો દંડ ભોગ બનનારના તબીબી ખચૅ અને પુનઃસ્થાપનને પહોંચી વળે એટલો ન્યાયી અને યોગ્ય હોવો જોઇશે. પરંતુ વધુમાં આ પેટા કલમ હેઠળ કરવામાં આવેલો કોઇપણ દંડ ભોગ બનનારને ચુકવવાનો રહેશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૭૦(૧) – ગેંગરેપ (સામુહિક બળાત્કાર)
- ૨૦ વષૅથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન કેદ સુધીની એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની સખત કેદ અને દંડ પોલીસ અધિકારનો
બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
કલમ-૭૦(૨) – ૧૮ વષૅથી ઓછી ઉંમરની કોઇ સ્ત્રી ઉપર ગેંગરેપ
- આજીવન કેદ સુધીની કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધીની કેદ અને દંડ અથવા મોત.
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw