અમુક ગુના વગેરેની ભોગ બનેલી વ્યકિતની ઓળખ જાહેર કરવા બાબત. - કલમ : 72

અમુક ગુના વગેરેની ભોગ બનેલી વ્યકિતની ઓળખ જાહેર કરવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત કે જેને સામે કલમ ૬૪ અથવા કલમ ૬૫ અથવા કલમ ૬૬ અથવા કલમ ૬૭ અથવા કલમ ૬૮ અથવા કલમ ૬૯ અથવા કલમ ૭૦ અથવા કલમ ૭૧ હેઠળનો ગુનો કર્યો હોવાનું કહેવાતું હોય અથવા ગુનો થયો હોવાનું જણાય (હવે પછી આ કલમમાં ભોગ બનેલી વ્યકીત તરીકે ઉલ્લેખ કર્યોૌ છે) તેવી વ્યકિતનુ નામ અથવા તેની ઓળખ જાહેર કરે તેવી કાંઇપણ છાપે કે પ્રસિધ્ધ કરે તેને (બે વષૅ સુધીની બેમાંથી કોઇપણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે.)

(૨) ભોગ બનેલી વ્યકિતનું નામ અથવા તેની ઓળખ જાહેર કરે તેવી કોઇપણ હકીકત છાપવા કે પ્રસિધ્ધ કરવાને પેટા કલમ (૧) નો કોઇ પણ મજકુર લાગુ પડશે નહિ જો આવુ છાપવાનું કે પ્રસિધ્ધ કરવાનું

(એ) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા આવા ગુનાની તપાસના હેતુ માટે શુધ્ધબુધ્ધિથી તપાસ કરતા પોલીસ અધિકારીના લેખિત હુકમથી અથવા તે હુકમ હેઠળ હોય અથવા

(બી) ભોગ બનેલી વ્યકિતના લેખિત અધિકારપત્ર દ્રારા અથવા તે સાથે હોય અથવા

(સી) ભોગ બનેલી વ્યકિત મૃત્યુ પામી હોય અથવા બાળક હોય અથવા અસ્થિર મગજની હોય ત્યારે ભોગ બનેલી વ્યકિતના નજીકના સગાના લેખિતમાં અધિકારપત્ર દ્રારા અથવા તે સાથે હોય

પરંતુ નજીકના સગા કોઇપણ માન્ય કલ્યાણ સંસ્થા અથવા સંગઠનના અધ્યક્ષ અથવા મંત્રી (સેક્રેટરી) નું પદ ધરાવતી વ્યકિત સિવાયની બજી કોઇપણ વ્યકિતને આવુ કોઇપણ અધિકારપત્ર આપી શકે નહિ.

સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુઓ માટે માન્ય કલ્યાણ સંસ્થા અથવા સંગઠન એટલે કેન્દ્ર અથવા રાજય સરકારે આ અથૅ માન્ય કરેલી સમાજ કલ્યાણ સંસ્થા અથવા સંગઠન ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૭૨(૧) - બે વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો જામીની કોઇપણ મેજીસ્ટ્રેટ