કોઇપણ હકીકત કોટૅની પુવૅ મંજુરી સિવાય છાપવા કે પ્રસિધ્ધ કરવા બાબત. - કલમ : 73

કોઇપણ હકીકત કોટૅની પુવૅ મંજુરી સિવાય છાપવા કે પ્રસિધ્ધ કરવા બાબત.

જે કોઇ વ્યકિત કલમ ૭૨માં જણાવેલા ગુનાના સંબંધમાં કોટૅ સમક્ષની કોઇપણ કાયૅવાહીને લગતી કોઇપણ હકીકત આવી કોટૅની પુવૅ મંજુરી સિવાય છાપે કે પ્રસિધ્ધ કરે તે બે વષૅ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષાને પાત્ર થશે અને તે દંડને પાત્ર પણ થશે

સ્પષ્ટીકરણઃ- કોઇપણ હાઇકોટૅ અથવા સુપ્રિમ કોટૅનો ચુકાદો છાપવો અથવા પ્રસિધ્ધ કરવો તે આ કલમના અથૅ મુજબ ગુનો બનતો નથી.

ગુનાઓનુ વર્ગીકરણ

- બે વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

જામીની

- કોઇપણ મેજીસ્ટ્રેટ