જાતીય સતામણી - કલમ : 75

જાતીય સતામણી

(૧) નીચે વણૅવેલા કૃત્યો પૈકીનું કોઇ પણ કૃત્ય કરનાર પુરૂષ જાતીય સતામણીના ગુના માટેનો ગુનેગાર ગણાશે.

(૧) અનિચ્છનીય અને સ્પષ્ટ જાતીય પ્રકારની માંગણીઓ કરવા સહિત શારીરિક

સ્પશૅ કરવો અને તેવી બાબતોમાં આગળ વધવું અથવા (૨) જાતીય બાબતોમાં સંમતિ આપવા માટેની માંગણી અથવા વિનંતી અથવા

(૩) સ્ત્રીની ઇચ્છા વિરૂધ્ધ પોનૅગ્રાફી (અશ્લીલ ફિલ્મ સાહિત્ય વગેરે) બતાવવી.

(૪) જાતીય પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી.

૨) જે કોઇ પુરૂષ પેટા કલમ (૧)ના ખંડ (૧) અથવા ખંડ (૨) અથવા ખંડ (૩)માં

( નિર્દિષ્ટ કર્યા પ્રમાણેનો ગુનો કરે તેને ત્રણ વષૅની મુદત સુધીની સખત કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ પુરૂષ પેટા કલમ (૧)ના ખંડ (૪)માં નિદિષ્ટ કયૅ જા પ્રમાણેનો ગુનો કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૭૫(૨)-

- ૩ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૭૫(૩)-

- ૧ વષૅ સુધી લંબાવી શકાય તેવી સખત કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય