કોઇ સ્ત્રીને નિવૅસ્ત્ર કરવાના ઇરાદાથી તેના પર હુમલો કરવા અથવા ગુનાહિત બળ વાપરવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીને નિવૅસ્ત્ર કરવાના અથવા તેને વસ્ત્રહીન થવાની ફરજ પાડવાના ઇરાદાથી તેના પર હુમલો કરે અથવા ગુનાહિત બળ વાપરે અથવા આવા કૃત્યોને ઉતેજન આપે તેને બેમાંથી કોઇ પ્રકારની ત્રણ વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વગીકરણ
- ૩ વષૅથી ઓછી નહી તેવી પરંતુ ૭ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw