વોયરિઝમ (બીજાના જનનેન્દ્રિયો અને સંભોગ જોઇને લૈંગિક તૃપ્તિ મેળવવી)
જે કોઇ વ્યકિત કોઇ કુકમી દ્રારા અથવા હુકમથી બીજી કોઇ વ્યકિત દ્રારા સામાન્ય રીતે જે સંજોગોમાં કોઇ સ્ત્રીને જોવામાં ન આવે તેવી અપેક્ષા હોય તેવા સંજોગોમાં અંગત કૃત્યમાં રોકાયેલી કોઇ સ્ત્રીને જોવે અથવા તેનો ફોટો પાડે અથવા આવો ફોટો પ્રસારિત કરે તેને પ્રથમ વાર દોષિત ઠયૅથી બેમાંથી કોઇ પ્રકારની એક વષૅથી ઓછી નહિ પણ ત્રણ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને બીજી વાર અને ત્યાર પછી દોષિત ઠયૅથી બેમાંથી કોઇ પ્રકારની ત્રણ વષૅથી ઓછી નહિ પણ સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. સ્પષ્ટીકરણ ૧.- આ કલમના હેતુઓ માટે અંગત કૃત્ય માં સામાન્ય રીતે જે સ્થળ અને સંજોગોમાં એકાંત પુરૂ પાડવાનું અપેક્ષિત હોય તેવા સ્થળે કરવામાં આવતું કૃત્ય નિહાળવું જયાં ભોગ બનનારના જનનાંગો નિતંબ અથવા સ્તન ખુલ્લા હોય અથવા ફકત આંતવૅસ્ત્રોથી ઢંકાયેલા હોય અથવા ભોગ બનનાર શૌચાલયનો ઉપયોગ કરતો હોય અથવા કોઇ વ્યકિત સામાન્ય રીતે જાહેરમાં ન કરી શકાય તેવું જાતીય કૃતય કરતી હોય સ્પષ્ટીકરણ ૨.- ભોગ બનનાર વ્યકિતએ ફોટો પાડવાની અથવા કોઇ કૃત્યની સંમતિ આપેલ હોય પરંતુ ત્રીજી વ્યકીત સમક્ષ તેનો પ્રસારણ (ફેલાવા) ની સંમતિ આપેલ ન હોય અને આવા ફોટા અથવા કૃત્યને પ્રસારિત કરવામાં (ફેલાવવામા) આવે ત્યારે આવું પ્રસારણ (ફેલાવો) આ કલમ હેઠળ ગુનો હોવાનું ગણાશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૧ વષૅથી ઓછી નહી તેવી પરંતુ ૩ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- જામીની
- સેશન્સ ન્યાયાલય
-બીજી વખત કે ત્યાર પછી દોષિત ઠયૅથી
-૩ વષૅથી ઓછી નહીં તેવી પરંતુ ૭ વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદ અને દંડ
- પોલીસ અધિકારનો
- બિન-જામીની
- સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw