પીછો કરવો
(૧) જે કોઇ પુરૂષ
(૧) કોઇ સ્ત્રીની પાછળ પાછળ જાય (પીછો કરે) અને આવી સ્ત્રી દ્રારા પોતાને રસ ન હોવાનો સ્પષ્ટ નિર્દેશ આપવા છતાં વારંવાર અંગત વાતચીતને ઉતેજન આપવા માટે એવી સ્ત્રીને સ્પર્શ કરે અથવા સ્પશૅ કરવાનો પ્રયત્ન કરે અથવા
(૨) જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રી દ્રારા કરવામાં આવતા ઇન્ટરનેટ ઇ-મેઇલ અથવા બીજા કોઇ સ્વરૂપના ઇલેકટ્રોનિક સંદેશાવ્યવહારના સાધનોના ઉપયોગ ઉપર દેખરેખ રાખે તે વ્યકિત પીછો કરવાનો ગુનો કરે છે. પરંતુ જે વ્યકિત પીછો કરતી હોય તે એમ સાબિત કરે કે
(૧) તે વ્યકિતનો પીછો ગુનો અટકાવવા માટે અથવા ગુનાની શોધ માટે કરવામાં આવતો હતો અને સતામણીનો આરોપ મુકવામાં આવ્યો હોય તે પુરૂષને રાજય દ્રારા ગુનો અટકાવવા માટેની અને ગુનાની શોધ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી અથવા
(૨) તે વ્યકિતનો પીછો કોઇ કાયદા હેઠળ કરવામાં આવતો હતો અથવા કોઇ કાયદા હેઠળ કોઇ વ્યકિત દ્રારા મુકવામાં આવેલી કોઇ શરત અથવા જવાબદારીનું પાલન કરવા માટે કરવામાં આવતો હતો. અથવા
(૩) કોઇ ખાસ સંજોગોમાં પીછો કરવાનું કૃત્ય વાજબી અને ઉચિત હતુ. તો તે વતૅણુક સતામણી ગણાશે નહિ.
(૨) જે કોઇ વ્યકિત સતામણીનો ગુનો આચરે તેને પ્રથમ વાર દોષિત ઠયૅથી બેમાંથી કોઇ પ્રકારની ત્રણ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે અને બીજી વાર અને ત્યાર પછી દોષિત ઠયૅથી પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૭૮(૨)-
-૩ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
- જામીની
-બીજી વખત કે ત્યાર પછી દોષિત ઠયેથી
- કોઇપણ મેજીસ્ટ્રેટ
- ૫ વર્ષ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો
- બિન-જામીની
- કોઇપણ મેજીસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw