દહેજ અપમૃત્યુ - કલમ : 80

દહેજ અપમૃત્યુ

(૧) કોઇ સ્ત્રીના લગ્ન થયાના સાત વષની અંદર સામાન્ય સંજોગો હેઠળ તેને બાળી નાંખી અથવા શારીરિક ઇજા અથવા બીજી રીતે મોત નિપજાવવામાં આવે અને એવું દશૅાવવામાં આવે કે તેણીના મૃત્યુની તરત પહેલા તેણીના પતિએ અથવા પતિના સગાઓ દ્રારા (દહેજ) ડાવરીની માંગણી માટે અથવા તેના સબંધમાં તેણીની ઉપર ક્રુરતા આચરી છે અથવા હેરાન કરી છે તો એવુ મૃત્યુ દહેજ અપમૃત્યુ કહેવાશે અને એવા પતિને અથવા સગાએ તેણીનું મૃત્યુ નિપજાવ્યુ છે એમ ગણાશે.

સ્પષ્ટીકરણઃ- આ પેટા કલમના હેતુ માટે દહેજનો અથૅ દહેજ પ્રતિબંધ અધિનિયમ ૧૯૬૧ (સન ૧૯૬૧નો ૨૮મો) ની કલમ ૨ માં કરવામાં આવેલ અથૅ અનુસાર થશે.

(૨) જે કોઇ વ્યકિતએ દહેજ મૃત્યુ નિપજાવેલ તેને સાત વષૅથી ઓછી નહિ પણ આજીવન કેદની મુદત સુધીની શિક્ષા કરવામાં આવશે. ગુનાઓનુ વગીકરણ કલમ-૮૦(૨)-

- ૭ વષૅથી ઓછી નહિ તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી કેદ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય