કોઇ પુરૂષે છેતરપિંડીથી કાયદેસર લગ્ન થયા હોવાનું માનવા પ્રેરિત પત્ની ભાવે સહવાસ કરાવવા બાબત.
જે સ્ત્રીનું પોતાની સાથે કાયદેસર રીતે લગ્ન થયું ન હોય તેની સાથે છેતરપિંડી કરી તેનું પોતાની સાથે કાયદેસર લગ્ન થયુ છે એમ તેને મનાવીને જે પુરૂષ તે સ્ત્રીને એવી માન્યતાથી પોતાની સાથે પત્ની ભાવે રહેવા અથવા સંભોગ કરવા પ્રેરે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- બિન-જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw