પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા બાબત.
(૧) જે કોઇ વ્યકિત પોતાનો પતિ અથવા પોતાની પત્ની હયાત હોય અને એવા સંજોગોમાં લગ્ન કરે કે એવું લગ્ન પોતાને પતિ કે પત્નીની હયાતીમાં થવાને કારણે રદ બાતલ ગણાય તેને સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
અપવાદઃ- જે વ્યકિતનું તેના પતિ કે પત્ની સાથેનું લગ્ન કાયદેસર હકુમત ધરાવતા ન્યાયાલયે રદબાતલ ઠરાવ્યું હોય તેને આ કલમ લાગુ પડતી નથી. અથવા કોઇ વ્યકિત પોતાના અગાઉના પતિ કે પત્ની હયાતીમાં બીજુ લગ્ન કરે અને જો તેનો અગાઉનો પતિ કે પત્ની તેના બીજી વારના લગ્ન સમયે તેનાથી સતત સાત વષૅ સુધી દુર રહેલ હોય અને તે સમય દરમ્યાન તેને તેના કોઇ ખબર અંતર મળ્યા ન હોય તો તેને આ કલમ લાગુ પડતી નથી પરંતુ બીજીવાર લગ્ન કરનાર વ્યકિત જેની સાથે લગ્ન કરતી હોય તે વ્યકિતને તેણે એવા લગ્ન પહેલા પોતાની જાણમાં હોય તે ખરી હકીકતથી વકેફ કરવી જોઇએ.
(૨) જે કોઇ વ્યકિત પોતાના આગલા લગ્નની હકીકત જે વ્યકિતની સાથે બીજું લગ્ન કર્યુ હોય તેનાથી છુપાવીને પેટા કલમ (૧) હેઠળ વ્યાખ્યા કયૅ મુજબનો ગુનો કરે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ કલમ-૮૨(૧)-
- ૭ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
- જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
કલમ-૮૨(૨)- - ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ
- પોલીસ અધિકાર બહારનો
જામીની પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw