પરણેલી સ્ત્રીને ગુનાહિત ઇરાદાથી લલચાવવા અથવા લઇ જવા અથવા અટકમાં રાખવા બાબત.
જે કોઇ વ્યકિત બીજા કોઇની પત્નીને અને કોઈ સ્ત્રી બીજા પુરૂષની પત્ની હોવાનું પોતે જાણતી હોય અથવા પોતાને એમ માનવાને કારણ હોય તેને તેના પતિ પાસેથી અથવા તેના વતી તે સ્ત્રીની સંભાળ રાખનાર પાસેથી કોઇ વ્યકિત સાથે લગ્નબાહ્ય સંભોગ કરાવવાના ઇરાદાથી લઇ જાય અથવા લલચાવે અથવા એવા ઇરાદાથી તેને છુપાવે અથવા અટકમાં રાખે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw