સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્રારા ત્રાસ આપવા બાબત.
જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીનો પતિ હોય અથવા પતિના સગા હોય અને આવી સ્ત્રી ઉપર ક્રુરતા આચરે (ત્રાસ આપે) તો તે વ્યકિતને ત્રણ વષૅ સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
ગુનાઓનુ વર્ગીકરણ
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ
- ગુનાથી નારાજ થયેલી વ્યકિએ અથવા લોહી લગ્ન અથવા દતક વિધાનથી તેના સગા હોય તેવી કોઇ વ્યકિતએ અથવા આવા
સગા ન હોય તો આ અથૅ રાજય સરકારે જાહેર કયૅા હોય તેવા વગૅ અથવા પ્રકારના રાજય સેવકે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને ગુનો કયૅલા અંગેની માહિતી આપી હોય તો પોલીસ અધિકારનો.
બિન-જામીની
પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw