વ્યાખ્યાયિત કરેલી ક્રૂરતા
કલમ-૮૫ ના હેતુઓ માટે ત્રાસ (ક્રુરતા) એટલે
(એ) એવું કોઇ જાણીબુઝીને કરેલું કૃત્ય કે જે એવા પ્રકારનું હોય કે સ્ત્રીને આપઘાત કરવા પ્રેરે અથવા સ્ત્રીની જિંદગીના અવયવને અથવા આરોગ્યને (પછી તે માનસિક અથવા શારીરિક હોય તો પણ) ગંભીર હાનિ અથવા ભયમાં મુકવા પ્રેરે અથવા
(બી) સ્ત્રીને કનડગત કરવી જયાં આવી કનડગત તેણીના અથવા તેણીના સગપણ હોય તેવી વ્યકિતને કોઇ મિલકત અથવા કિંમતી જામીનગીરી માટે ગેરકાયદેસર માંગણીને પહોંચી વળવા દબાણ કરવાની હોય અથવા તેણી અથવા તેણીના સગાઓ આવી માંગણીને પહોંચી વળવા ન હોવાને લીધે હોય
Copyright©2023 - HelpLaw