કોઇ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા અપનયન કરવા અથવા દબાણ કરવા બાબત - કલમ : 87

કોઇ સ્ત્રીને લગ્ન વગેરે કરવાની ફરજ પાડવા માટે તેનું અપહરણ કરવા અપનયન કરવા અથવા દબાણ કરવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીને તેની ઇચ્છા વિરૂધ્ધ કોઇ વ્યકિત સાથે લગ્ન કરવાની ફરજ પાડવાના ઇરાદાથી અથવા તેને ફરજ પાડવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતા અથવા તેને લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાનો અથવા તેમ કરવા માટે ફોસલાવવાના ઇરાદાથી અથવા તેમ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતા તેનું અપહરણ કરે અથવા અપનયન કરે તેને ((દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે)) અને જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીને અન્ય વ્યકિત સાથે લગ્ન બાહ્ય સંભોગ કરવાની ફરજ પાડવાના અથવા તેમ કરવા માટે ફોસલાવવાના ઇરાદાથી અથવા તેમ કરવામાં આવશે એવો સંભવ હોવાનુ જાણવા છતા તે સ્ત્રીને આ સંહિતામાં વ્યાખ્યા કર્યું | મુજબની ગુનાહિત ધમકીથી અથવા અધિકારનો દુરૂપયોગ કરીને અથવા બીજી કોઇ રીતે જબરજસ્તી કરીને અમુક સ્થળેથી જવા માટે દબાણ કરે તેને પણ ઉપર જણાવ્યા મુજબની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વર્ગીકરણ

૧૦ વષૅ સુધીની કેદ અથવા દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય