ગભૅપાત કરાવવા બાબત
જે કોઇ વ્યકિત સ્વેચ્છાપુવૅક કોઇ ગભૅવતી સ્ત્રીનો ગભૅપાત કરાવે તેને જો તે સ્ત્રીનો જાન બચાવવાના હેતુ માટે શુધ્ધબુધ્ધિથી તે ગભૅપાત કરાવ્યો ન હોય તો ત્રણ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે. અને જો તે સ્ત્રીના ઉદરમાં બાળક ફરકતુ થયુ હોય તો સાત વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ:- જે સ્ત્રી પોતે જ પોતાનો ગભૅપાત કરે અથવા કરાવે તે આ કલમના અર્થમાં આવી જાય છે.
ગુનાઓનુ વર્ગીકરણ
ગર્ભપાત કરાવવા માટે
- ૩ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
જામીની
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
- જો તે સ્ત્રીના ઉદરમાં બાળક ફરતું થયું હોય તો.
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ
- જામીની
- પોલીસ અધિકાર બહારનો
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw