સ્ત્રીની સંમતિ વિના ભગૅપાત કરાવવા બાબત. - કલમ : 89

સ્ત્રીની સંમતિ વિના ભગૅપાત કરાવવા બાબત.

જે કોઇ વ્યકિત કોઇ સ્ત્રીના ઉદરમાં બાળક ફરકતું થયુ હોય કે થયુ ન હોય તો પણ તે સ્ત્રીની સંમતિ વિના કલમ ૮૮ હેઠળ ગુનો કરે તેને આજીવન કેદની અથવા દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. ગુનાઓનુ વર્ગીકરણ

આજીવન કેદ અથવા ૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય