ગભૅપાત કરાવવાના ઇરાદાથી કરેલા કૃત્યથી મૃત્યુ નિપજાવવા બાબત. - કલમ : 90

ગભૅપાત કરાવવાના ઇરાદાથી કરેલા કૃત્યથી મૃત્યુ નિપજાવવા બાબત.

(૧) જે કોઇ વ્યકિત કોઇ ગભૅવતી સ્ત્રીનો ગભૅપાત કરાવવાના ઇરાદાથી તે સ્ત્રીનું મૃત્યુ નિપજે એવું કૃત્ય કરે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

(૨) અને તે સ્ત્રીની સંમતિ વીના પેટ કલમ (૧) માં ઉલ્લેખ્યા મુજબનું કૃત્યુ કર્યું હોય તો તેને આજીવન કેદની અથવા આ પેટા કલમમાં જણાવેલી કેદની શિક્ષા કરવામાં આવશે.

સ્પષ્ટીકરણઃ- આ ગુના માટે એ આવશ્યક નથી કે ગુનેગાર એ કૃત્યથી મૃત્યુ નિપજવાનો સંભવ છે એવું જાણતો હોવો જોઇએ.

ગુનાઓનુ વર્ગીકરણ

કલમ-૯૦(૧)-

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય

કલમ-૯૦(૨)-

આજીવન કેદ અથવા ઉપર જણાવ્યા પ્રમાણે શિક્ષા

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

- સેશન્સ ન્યાયાલય