બાળક જીવતું ન જન્મે અથવા જન્મ્યા પછી તે મરી જાય એમ કરવાના ઇરાદાથી કરેલું કૃત્ય
જે કોઇ વ્યકિત કોઇ બાળક જીવતુ ન જન્મે અથવા તેના જન્મ પછી તે મરી જાય એવા ઇરાદાથી તે બાળકના જન્મ પહેલા કોઇ કૃત્ય કરે અને એવા કૃત્યથી તે બાળકને જીવતું જન્મવા ન દે અથવા તેના જન્મ પછી તેનુ મૃત્યુ નિપજાવે તેને જો તે કૃત્ય માતાનો જાન બચાવવાના હેતુથી શુધ્ધબુધ્ધિથી કરવામાં આવ્યું ન હોય તો તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
પોલીસ અધિકારનો
બિન-જામીની
સેશન્સ ન્યાયાલય
Copyright©2023 - HelpLaw