ગુનાહિત મનુષ્યવધ ગણાય એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયુ હોય એવા અજાત બાળકનું મૃત્યુ નિપજાવવા બાબત - કલમ : 92

ગુનાહિત મનુષ્યવધ ગણાય એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયુ હોય એવા અજાત બાળકનું મૃત્યુ નિપજાવવા બાબત

જે કોઇ વ્યકિત એવા સંજોગોમાં કોઇ કૃત્ય કરે કે તેથી જો પોતે મૃત્યુ નિપજાવ્યું હોય તો ગુનાહિત મનુષ્યવધ માટે દોષિત થાત અને એવા કૃત્યથી ઉદરમાં ફરકતું થયુ હોય એવા અજાત બાળકનુ મૃત્યુ નિપજાવે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય