માતા કે પિતાએ અથવા બાળકની સંભાળ રાખનારી વ્યકિતએ બાર વષૅથી ઓછી વયના બાળકને અરક્ષિત મુકી દેવા અને ત્યજી દેવા બાબત
જે કોઇ વ્યકિત બાર વષૅથી ઓછી વયના બાળકના પિતા કે માતા હોય અથવા તે બાળક પોતાની સંભાળ નીચે હોય અને તે બાળકને સંપુણૅ રીતે ત્યજી દેવાના ઇરાદાથી તેને કોઇ જગ્યાએ અરક્ષિત મુકી દે અથવા છોડી (ત્યજી) દે તેને સાત વષૅ સુધીની મુદતની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
સ્પષ્ટીકરણઃ- બાળકને અરક્ષિત મુકી દેવાના પરિણામે તે મૃત્યુ પામે તો ગુનેગાર સામે યથાપ્રસંગ ખૂન અથવા ગુનાહિત મનુષ્યવધ માટે ઇન્સાફી કાયૅવાહી થતી અટકાવવાનો આ કલમનો આશય નથી.
ગુનાઓનુ વગીકરણ
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
પોલીસ અધિકારનો
જામીની
· પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw