મૃતદેહનો છુપી રીતે નીકાલ કરીને જન્મ છુપાવવા બાબત - કલમ : 94

મૃતદેહનો છુપી રીતે નીકાલ કરીને જન્મ છુપાવવા બાબત

જન્મ્યા પહેલા કે પછી કે જન્મતી વેળા મૃત્યુ પામેલા કોઇ બાળકના મૃતદેહને છુપી રીતે દાટી દઇને કે તેનો બીજી રીતે નિકાલ કરીને જે કોઇ વ્યકિત તે બાળકનો જન્મ ઇરાદાપુવૅક છુપાવે અથવા છુપાવવાનો પ્રયાસ કરે તેને બે વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંનેની શિક્ષા કરવામાં આવશે.

ગુનાઓનુ વગીકરણ

- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

પોલીસ અધિકારનો

જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ