ગુનો કરવા બાળકને ભાડે રાખવો કામે રાખવો કે રોકવો - કલમ : 95

ગુનો કરવા બાળકને ભાડે રાખવો કામે રાખવો કે રોકવો

કોઇપણ વ્યકિત ગુનો કરવા માટે કોઇ બાળકને ભાડે કામે રાખે કે રોકે તો તેને ત્રણ વષૅથી ઓછી નહિ પણ દસ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની સજા થશે અથવા દંડ થશે અને જાણે કે ગુનો તેવી વ્યકિતએ પોતે કયો હોય તેમ તે ગુના માટે જોગવાઇ કરેલી સજા પણ તેને થશે

સ્પષ્ટીકરણઃ- જાતીય શોષણ કે અશ્ર્વિલલ સાહિત્ય માટે બાળકને ભાડે કામે રાખવાની રોકવાની (પવૃત રાખવાની) કે ઉપયોગ કરવાની બાબતને આ કલમના અથૅ મુજબ આવરી લેવામાં આવે છે.

ગુનાઓનુ વર્ગીકરણ

ભાગ-૧-

- ૩ વષૅથી ઓછી ન હોય તેવી પણ ૧૦ વષૅ સુધીની કેદની અને દંડ

પોલીસ અધિકારનો

- બિન-જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

ભાગ-૨-

- તે ગુના માટે હોય તે જ શિક્ષા

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

કરવામાં આવેલ ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરી શકનાર ન્યાયાલય.