બાળકને મેળવવા બાબત - કલમ : 96

બાળકને મેળવવા બાબત.

કોઇ પણ વ્યકિત કોઇ પણ પધ્ધતિઓ દ્રારા કોઇ બાળકને અન્ય વ્યકિત સાથે સંભોગ માટે આવા બાળકને દબાણ કરી શકાય છે કે તેમ કરવા લલચાવી શકાય છે કે તેવું કરવામાં આવશે તેવું જાણતો હોય તેવા ઇરાદા સાથે કોઇ એક સ્થળેથી લઇ જવા કે તેવું કોઇ કૃત્ય કરવા પ્રલોભન આપે તો તેને દસ વષૅની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વર્ગીકરણ

૧૦ વષૅ સુધીની કેદ અને દંડ

પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય.