વેશ્યાવૃતિ વગેરેના હેતુઓ માટે સગીર વ્યકિતઓનું વેચાણ કરવા બાબત
જે કોઇ વ્યકિત કોઇ બાળકને તેની ગમે તે ઉંમર વેશ્યાવૃતિના અથવા અન્ય વ્યકિત સાથે ગેરકાયદેસર સંભોગ કરવાના હેતુ માટે અથવા કોઇ ગેરકાયદેસરના અને અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે કે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા ઇરાદાથી અથવા એવા બાળકને કોઇપણ ઉંમરે એવા કોઇ હેતુ માટે કામે લગાડવામાં આવશે કે તેનો ઉપયોગ કરવામાં આવશે એવો સંભવ હોવાનુ જાણવા છતા આવા બાળકને વેચે ભાડે આપે કે અનયથા તેનો નિકાલ કરે તેને દસ વષૅ સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.
સ્પષ્ટીકરણ ૧.- અઢાર વષૅથી ઓછી વયની કોઇ સ્ત્રીને કોઇ વેશ્યાને અથવા વેશયા ગૃહ ચલાવતી અથવા તેની વ્યવસ્થા કરતી કોઇ વ્યકિતને વેચી હોય ભાડે આપી હોય અથવા બીજી રીતે તેનો નિકાલ કયો હોય ત્યારે એ રીતે તે સ્ત્રીનો નિકાલ કરનાર વ્યકીતએ એથી વિરૂધ્ધનુ સાબિત ન થાય ત્યાં સુધી તે સ્ત્રીનો વેશ્યાવૃતિ માટે ઉપયોગ થયા દેવાના ઇરાદાથી તેનો નિકાલ કર્યો છે એમ માની લેવામાં આવશે.
સ્પષ્ટીકરણ ૨.- આ કલમના હેતુ માટે ગેરકાયદેસર સંભોગ એટલે લગ્નથી જોડાયેલી ન હોય એવી વ્યકિતઓ વચ્ચેનો સંભોગ અથવા જે સબંધ કે બંધન લગ્ન તરીકે ગણાતા ન હોય છતા તેઓ જે ને કોમના હોય તે કોમના અથવા તેઓ જુદી જુદી કોમના હોય ત્યારે તે બંને કોમના વ્યકિતગત કાયદા અથવા રિવાજથી તેઓ વચ્ચે લગ્ન જેવા સબંધરૂપે માન્ય હોય તેવા સબંધ કે બંધનથી જોડાયેલી ન હોય તેવી વ્યકિતઓ વચ્ચેનો સંભોગ ગુનાઓનુ વર્ગીકરણ
૧૦ વષૅ સુધીની કેદ અને દંડ - પોલીસ અધિકારનો - બિન-જામીની સેશન્સ ન્યાયાલય.
Copyright©2023 - HelpLaw