વેશ્યાવૃતિ વગેરેના હેતુઓ માટે સગીરને ખરીદવા બાબત - કલમ : 99

વેશ્યાવૃતિ વગેરેના હેતુઓ માટે સગીરને ખરીદવા બાબત

જે કોઇ વ્યકિત કોઇ બાળકને તેની ગમે તે ઉંમરે તે વેશ્યાવૃતિના અથવા અન્ય વ્યકિત સાથે લગ્ન ગેરકાયદેસર સંભોગ કરાવવાના હેતુ માટે અથવા કોઇ કાયદા વિરૂધ્ધના કે અનૈતિક હેતુ માટે કામે લગાડવામાં આવે કે તેનો ઉપયોગ કરવામાં આવે તેવા ઇરાદાથી અથવા એવા બાળકને તેને ગમે તે ઉંમરે એવા હેતુ માટે કોઇ કામે લગાડવામાં આવશે કે તેનો ઉપયોગ કરવામાં આવશે એવો સંભવ હોવાનું જાણવા છતા આવા બાળકને ખરીદે ભાડે રાખે અથવા બીજી રીતે તેનો કબ્જો મેળવે તેને સાત વષૅથી ઓછી નહિ પણ ચૌદ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

સ્પષ્ટીકરણ ૧.- કોઇ વેશ્યા અથવા વેશ્યાગૃહ રાખતી અથવા તે ચલાવતી કોઇ વ્યકિત અઢાર વષૅથી ઓછી વયની કોઇ સ્ત્રીને ખરીદે ભાડે રાખે અથવા બીજી રીતે તેનો કબ્જો મેળવે તેણે એથી વિરૂધ્ધનુ સાબિત ન થાય ત્યા સુધી તે સ્ત્રીનો તે વેશ્યાવૃતિના હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવા ઇરાદાથી તેનો કબ્જો મેળવ્યો હતો એમ માની લેવામાં આવશે.

સ્પષ્ટીકરણ ૨.- ગેરકાયદેસર સંભોગ નો અથૅ કલમ ૯૮ માં તેનો જે અથૅ થાય છે તે જે છે.

ગુનાઓનુ વર્ગીકરણ

- ૭ વષૅથી ઓછી નહી પણ ૧૪ વષૅ સુધીની કેદ અને દંડ

- પોલીસ અધિકારનો

- બિન-જામીની

સેશન્સ ન્યાયાલય.