ગુનહિત મનુષ્યવધ - કલમ : 100

ગુનહિત મનુષ્યવધ

જે કોઇ વ્યકિત મૃત્યુ નિપજાવવાના ઇરાદાથી અથવા જેથી મૃત્યુ નિપજવાનો સંભવ હોય તેવી શારીરિક હાનિ પહોંચાડવાના ઇરાદાથી અથવા પોતાના એવા કૃત્યથી પોતે મૃત્યુ નિપજાવે તેવો સંભવ છે એવી જાણકારી સાથે કોઇ કૃત્ય કરીને મૃત્યુ નિપજાવે તે ગુનાહિત મનુષ્યવધનો ગુનો કરે છે.

સ્પષ્ટીકરણ ૧.- જે કોઇ વ્યકિત કોઇ વિક્રિયા રોગ અથવા શારીરિક અશકતતાથી પીડાતી અનય વ્યકિતને શારીરિક હાનિ પહોચાડીને તેનું મોત વહેલું આણે તેણે તેનુ મૃત્યુ નિપજાવ્યુ છે એમ ગણાશે.

સ્પષ્ટીકરણ ૨.- શારીરિક હાનિથી મૃત્યુ નિપજે ત્યારે એવી શારીરિક હાનિ પહોચાડનાર વ્યકિતએ મૃત્યુ નિપજાવ્યુ છે એમ ગણાશે પછી ભલે યોગ્ય ઇલાજો અને કુશળ સારવારથી મૃત્યુ નીવારી શકાયુ હોત

સ્પષ્ટીકરણ ૩.- માના પેટમાં હોય એવા બાળકનું મૃત્યુ નિપજાવવું એ મનુષ્ય વધ નથી પણ જીવતું હોય એવા બાળકના શરીરનો કોઇ ભાગ નીકળી આવ્યો હોય તો તેનુ મૃત્યુ નિપજાવવું એ ગુનાહિત મનુષ્યવધ ગણાય પછી ભલે તે બાળકની શ્ર્વાસોચ્છવાસની ક્રિયા શરૂ ન થઇ હોય અથવા તે પુરૂ જન્મ્યું ન હોય